________________ 920 ભાઈ છગનલાલનું અને તમારું લખેલું એમ બે પત્ર મળ્યાં વવાણિયા, વૈશાખ વદ 8, મંગળ, 1956 ભાઈ છગનલાલનું અને તમારું લખેલું એમ બે પત્ર મળ્યાં. વીરમગામ કરતાં અત્ર પ્રથમ સહજ પ્રકૃતિ નરમ રહી હતી. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર હશે એમ જણાય છે. ૐ પરમશાંતિઃ