________________ ધર્મપુર, ચૈત્ર વદ 13, શુક્ર, 1956 કૃપાળુ મુનિવરોનો યથાવિધિ વિનય ઇચ્છીએ છીએ. બળવાન નિવૃત્તિના હેતુભૂત ક્ષેત્રે ચાતુર્માસ કર્તવ્ય છે. નડિયાદ, વસો આદિ જે સાનુકૂળ હોય તે, એક સ્થળને બદલે બે સ્થળે થાય તેમાં વિક્ષિપ્તતાનો હેતુ સંભવિત નથી, અસત્સમાગમનો યોગ મેળવીને જો વહેંચણ કરે તો તે વિષે સમયાનુસાર જેમ યોગ્ય લાગે તેમ, તેમને જણાવી તે કારણની નિવૃત્તિ કરી સત્સમાગમરૂપ સ્થિતિ કરવી યોગ્ય છે. અત્ર સ્થિતિનો સંભવ વૈશાખ સુદ 2 થી 5. સમાગમ વિષે અનિશ્ચિત. परमशांतिः