________________ 912 ધન્ય તે મુનિવરા જે ચાલે સમભાવે રે ધર્મપુર, ચૈત્ર વદ 1, રવિ, 1956 “ધન્ય તે મુનિવરા જે ચાલે સમભાવે રે, જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં તનમનવચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે. ધન્ય તે મુનિવરા, જે ચાલે સમભાવે રે." પત્ર સંપ્રાપ્ત થયાં હતાં. એક પખવાડિયા થયાં અત્ર સ્થિતિ છે. શ્રી દેવકીર્ણાદિ આર્યોને નમસ્કાર પ્રાપ્ત થાય. સાણંદ અને અમદાવાદનાં ચાતુર્માસની વૃત્તિ ઉપશાંત કરવા યોગ્ય છે અને એમ જ શ્રેયસ્કર છે. ખેડાની અનુકૂળતા ન હોય તો બીજાં યોગ્ય ક્ષેત્ર ઘણાં સંપ્રાપ્ત થવા યોગ્ય છે. હાલ તેમનાથી અનુકૂળતા રહે એમ કર્તવ્ય છે. બાહ્ય અને અંતર સમાધિયોગ વર્તે છે. परमशांतिः