________________ 910 શ્રી સમયસાર' અને “કાર્તિકેયાનુપ્રેક્ષા' ધર્મપુર, ચૈત્ર સુદ 11, મંગળ, 1956 શ્રી સમયસાર અને કાર્તિકેયાનુપ્રેક્ષા મોકલવા વિષેનું પત્ર મળ્યું હશે. આ પત્ર સંપ્રાપ્ત થતાં અત્ર આવવાની વૃત્તિ અને અનુકૂળતા હોય તો આજ્ઞાનો અતિકમ નથી. તમારી સાથે એક મુમુક્ષુ ભાઈનું આવવાનું થતાં પણ આજ્ઞાનો અતિક્રમ નહીં થાય. જો ગોમટસારાદિ કોઈ ગ્રંથ સંપ્રાપ્ત હોય તો તે અને કર્મગ્રંથ', 'પદ્મનંદી પંચવિંશતિ, સમયસાર' તથા શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા’ ગ્રંથો અનુકૂળતાનુસાર સાથે રાખશો. શાંતિઃ