________________ 906 બહેન ઇચ્છાના વરના અકાળ મૃત્યુના ખેદકારક સમાચાર જાણી મુંબઈ, માહ વદ 10, શનિ, 1956 આજ રોજ તમારો કાગળ મળ્યો. બહેન ઇચ્છાના વરના અકાળ મૃત્યુના ખેદકારક સમાચાર જાણી બહુ દિલગીરી થાય છે. સંસારના આવા અનિત્યપણાને લઈને જ જ્ઞાનીઓએ વૈરાગ્ય બોધ્યો છે. બનાવ અત્યંત દુઃખકારક છે. પરંતુ નિરુપાયે ધીરજ પકડવી જોઈએ, તો તમો મારા વતી બહેન ઇચ્છાને અને ઘરના માણસોને દિલાસો અને ધીરજ અપાવશો. અને બહેનનું મન જેમ શાંત થાય તેમ તેની સંભાળ લેશો.