________________ 904 સંતજનો ! જિનવરેંદ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યાં છે મુંબઈ, કાર્તિક વદ 11, મંગળ, 1956 સંતજનો ! જિનવરેંદ્રોએ લોકાદિ જે સ્વરૂપ નિરૂપણ કર્યાં છે, તે આલંકારિક ભાષામાં નિરૂપણ છે, જે પૂર્ણ યોગાભ્યાસ વિના જ્ઞાનગોચર થવા યોગ્ય નથી. માટે તમે તમારા અપૂર્ણ જ્ઞાનને આધારે વીતરાગનાં વાક્યોનો વિરોધ કરતા નહીં, પણ યોગનો અભ્યાસ કરી પૂર્ણતાએ તે સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો.