________________ 900 અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; મોહમયી, કારતક સુદ 5, 1956 અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે, અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવાફેરથી ભિન્નતા માનો છો એમ તે જીવોને શિખામણ પ્રાપ્ત થાય તો સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે. જ્યાં સુધી અન્યોન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. ૐ