________________ 894 પરમકૃપાળુ મુનિવરોને નમસ્કાર મુંબઈ, ભાદરવા સુદ 5, રવિ, 1955 B9 આજ દિવસ પર્યત યોગના પ્રમત્ત સ્વભાવને લીધે આપના પ્રત્યે જે કંઈ, કિંચિત્ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાપના યાચીએ છીએ. ભાઈ વલ્લભ આદિ મુમુક્ષુઓને ક્ષમાપનાદિ કંઠસ્થ કરવા વિષે આપ યોગ્ય આજ્ઞા કરશો. ૐ શાંતિઃ