________________ 891 તમારા તથા ભાઈ વણારસીદાસ વગેરેના લખેલા મુંબઈ, ભાદ્રપદ સુદિ 5, રવિવાર, 1955 તમારા તથા ભાઈ વણારસીદાસ વગેરેના લખેલા કાગળો મળ્યા હતા. તમારા કાગળોમાં કંઈ ન્યૂનાધિક લખાયું હોય એવો વિકલ્પ દર્શાવ્યો તેવું કંઈ ભાસ્યમાન થયું નથી. નિવિક્ષિપ્ત રહેશો. ઘણું કરીને અત્ર તેવો વિકલ્પ સંભવિત નથી. ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સાસ્ત્રથી પરિચિત થજો. તમારા સમીપવાસી મુમુક્ષુઓનો ઉચિત વિનય ઇચ્છીએ છીએ. ક્ષીણમોહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. આજ દિવસ પર્યત તમારા પ્રત્યે તથા તમારા સમીપવાસી બાઈઓ, ભાઈઓ પ્રત્યે કિંચિત્ અન્યથા યોગના પ્રમત્ત સ્વભાવથી થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા ઇચ્છીએ છીએ. શમમ.