________________ 890 શ્રી અંબાલાલ આદિ મુમુક્ષુજનો મુંબઈ, ભાદ્રપદ સુદિ 5, રવિવાર, 155 શ્રી અંબાલાલ આદિ મુમુક્ષુજનો, આજ દિવસ પર્યત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ૐ શાંતિઃ