________________ 889 જે વનવાસી શાસ્ત્ર મોકલ્યું છે તે મુંબઈ, ભાદ્રપદ સુદ 5, રવિ, 1955 જે વનવાસી શાસ્ત્ર મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના યોગમાં સંયત ઇંદ્રિયપણે મનન કરવાથી અમૃત છે. હાલ ‘આત્માનુશાસન’ મનન કરશો. આજ દિવસ પર્યત તમારા તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવને લીધે કિંચિત પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ૐ શાંતિઃ 1 શ્રી પદ્મનંદી પંચવિંશતિ