________________ 888 જે વચનોની આકાંક્ષા છે. મુંબઈ, ભાદ્રપદ સુદ 5, રવિ, 1955 જે વચનોની આકાંક્ષા છે તે ઘણું કરીને થોડા વખતમાં પ્રાપ્ત થશે. ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સદ્ભુત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે. ક્ષીણમોહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. આજ દિવસ પર્વત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાની યાચના છે. શમમ્.