________________ 886 શ્રી પદ્મનંદી શાસ્ત્રની એક પ્રત કોઈ સારા સાથીયોગે મોહમયીક્ષેત્ર, શ્રાવણ સુદ 7, 1955 શ્રી ‘પદ્રનંદી શાસ્ત્ર'ની એક પ્રત કોઈ સારા સાથયોગે વસોક્ષેત્રે મુનિશ્રીને સંપ્રાપ્ત થાય એમ કરશો. બળવાન નિવૃત્તિવાળા દ્રવ્યક્ષેત્રાદિ યોગમાં તે સલ્ફાસ્ત્ર તમે વારંવાર મનન અને નિદિધ્યાસન કરશો. પ્રવૃત્તિવાળાં દ્રવ્યક્ષેત્રાદિમાં તે શાસ્ત્ર વાંચવું યોગ્ય નથી. ત્રણ યોગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક પ્રવૃત્તિ હોય ત્યારે મહપુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દ્રઢીભૂત કરે છે; ક્રમે કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે. ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે.