________________ 885 પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય મુંબઈ, શ્રાવણ સુદ 3, 1955 પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગૃહવાસી જનોએ સદુદ્યમરૂપ આજીવિકાવ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.