________________ 883 बिना नयन पावे नहीं बिना नयनकी बात' મુંબઈ, અસાડ વદ 8, રવિ, 1955 ૐ નમઃ 'बिना नयन पावे नहीं बिना नयनकी बात એ વાક્યનો હેતુ મુખ્ય આત્મદ્રષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવા યોગ્ય છે. તેમજ બીજા પ્રશ્નોનાં સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્સમાગમના યોગમાં સહજમાં સમાધાન થવા યોગ્ય છે. ‘બિના નયન’ આદિ વાક્યનો સ્વકલ્પનાથી કંઈ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદ્રષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા અથવા બીજુ સલ્લાસ્ત્ર થોડા વખતમાં ઘણું કરીને પ્રાપ્ત થશે. દુષમકાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્સમાગમ દુર્લભ છે, મહાત્માઓનાં પ્રત્યક્ષ વાક્ય, ચરણ અને આજ્ઞાનો યોગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે. તમારી સમીપ વર્તતા મુમુક્ષુઓને યથાવિનય પ્રાપ્ત થાય. શાંતિઃ. 1 જુઓ આંક 258.