________________ 882 મુમુક્ષુ તથા બીજા જીવોના ઉપકારને નિમિત્તે મુંબઈ, અષાડ વદ 8, રવિ, 1955 મુમુક્ષ તથા બીજા જીવોના ઉપકારને નિમિત્તે જે ઉપકારશીલ બાહ્ય પ્રતાપની સૂચના-વિજ્ઞાપન દર્શાવ્યું, તે અથવા બીજા કોઈ કારણો કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે. હાલ તેવા પ્રવૃત્તિસ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ પ્રારબ્ધયોગથી જે બને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. મહાત્માઓએ નિષ્કારણ કરુણાથી પરમપદનો ઉપદેશ કર્યો છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહત જ છે. સર્વ જીવ પ્રત્યે બાહ્ય દયામાં પણ અપ્રમત્ત રહેવાનો જેના યોગનો સ્વભાવ છે, તેનો આત્મસ્વભાવ સર્વ જીવને પરમપદના ઉપદેશનો આકર્ષક હોય, તેવી નિષ્કારણ કણાવાળો હોય તે યથાર્થ છે.