________________ 880 બન્ને ક્ષેત્રે સુસ્થિત મુનિવરોને યથાવિનય વંદન પ્રાપ્ત થાય મોહમયી, અસાડ સુદ 8, રવિ, 1955 બન્ને ક્ષેત્રે સુસ્થિત મુનિવરોને યથાવિનય વંદન પ્રાપ્ત થાય. પત્ર પ્રાપ્ત થયું. સંસ્કૃત અભ્યાસ અર્થે અમુક વખતનો નિત્ય નિયમ રાખી પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. પારમાર્થિક શ્રત અને વૃત્તિજયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. ૐ