________________ 879 ક્રિયાકોષ એથી બીજો સરળ નથી મોહમયી, અસાડ સુદ 8, રવિ, 1955 ‘ક્રિયાકોષ’ એથી બીજો સરળ નથી. વિશેષ અવલોકન કરવાથી સ્પષ્ટાર્થ થશે. શુદ્ધાત્મસ્થિતિનાં પારમાર્થિક શ્રત અને ઇંદ્રિયજય બે મુખ્ય અવલંબન છે. સુદ્રઢપણે ઉપાસતાં તે સિદ્ધ થાય છે. હે આર્ય ! નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાન, પરમતત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે. શાંતિઃ