________________ 874 હવે સ્તંભતીર્થથી કિસનદાસજી કૃત ઈડર, વૈશાખ વદ 10, શનિવાર, 1955 હવે સ્તંભતીર્થથી કિસનદાસજી કૃત ‘ક્રિયાકોષ’નું પુસ્તક પ્રાપ્ત થયું હશે. તેનું આદ્યત અધ્યયન કર્યા પછી સુગમ ભાષામાં એક નિબંધ તે વિષે લખવાથી વિશેષ અનુપ્રેક્ષા થશે; અને તેવી ક્રિયાનું વર્તન પણ સુગમ છે એમ સ્પષ્ટતા થશે, એમ સંભવ છે. સોમવાર પર્યત અત્રે સ્થિતિનો સંભવ છે. રાજનગરમાં પરમ તત્વદ્રષ્ટિનો પ્રસંગોપાત્ત ઉપદેશ થયો હતો, તે અપ્રમત્ત ચિત્તથી વારંવાર એકાંતયોગમાં સ્મરણ કરવા યોગ્ય છે. એ જ વિનંતિ.