________________ 873 શનિવાર પર્યત અહીં સ્થિરતા સંભવે છે. ઈડર, વૈશાખ વદ 6, મંગળવાર, 1955 શનિવાર પર્યત અહીં સ્થિરતા સંભવે છે. રવિવારે તે ક્ષેત્રે આગમન થવાનો સંભવ છે. આથી કરીને મુનિશ્રીને ચાતુર્માસ કરવા યોગ્ય ક્ષેત્રે વિચારવાની ત્વરા હોય, તે વિષે કંઈ સંકોચ પ્રાપ્ત થતો હોય, તો આ કાગળ પ્રાપ્ત થયેથી જણાવશો તો એક દિવસ અત્ર ઓછી સ્થિરતા કરવાનું થશે. નિવૃત્તિનો યોગ તે ક્ષેત્રે વિશેષ છે, તો ‘કાર્તિકેયાનુપ્રેક્ષા’નું વારંવાર નિદિધ્યાસન કર્તવ્ય છે, એમ મુનિશ્રીને યથાવિનય જણાવવું યોગ્ય છે. બાહ્યાભ્યતર અસંગપણું પામ્યા છે એવા મહાત્માઓને સંસારનો અંત સમીપ છે, એવો નિઃસંદેહ જ્ઞાનીનો નિશ્ચય છે.