________________ 871 જો કોઈ નિવૃત્તિવાળા અન્ય ક્ષેત્રમાં મોરબી, વૈશાખ સુદ 7, 1955 જો કોઈ નિવૃત્તિવાળા અન્ય ક્ષેત્રમાં વર્ષા-ચાતુર્માસનો યોગ બને તો તેમ કર્તવ્ય છે. અથવા સ્તંભતીર્થે ચાતુર્માસથી અનુકૂળતા રહે એમ જણાય તો તેમ કર્તવ્ય છે. ધ્યાન, શ્રતને ઉપકારક એવી યોગવાઈવાળા ગમે તે ક્ષેત્રે ચાતુર્માસની સ્થિતિ થવાથી આજ્ઞાનો અતિક્રમ નથી, એમ મુનિ શ્રી દેવકીર્ણાદિને સવિનય જણાવશો. અત્રે તરફ એક અઠવાડિયા પર્યત સ્થિતિનો સંભવ છે. શ્રી વવાણિયે આજે ઘણું કરીને જવું થશે. ત્યાં એક અઠવાડિયા સુધી સ્થિતિ સંભવે છે. જે સત્કૃતની જિજ્ઞાસા છે, તે સદ્ભુત થોડા દિવસમાં પ્રાપ્ત થવાનો સંભવ છે એમ મુનિશ્રીને નિવેદન કરશો. વીતરાગ સન્માર્ગની ઉપાસનામાં વીર્ય ઉત્સાહમાન કરશો.