________________ 870 આત્માર્થી મુનિવરો હાલ ત્યાં સ્થિત હશે મોરબી, વૈશાખ સુદ 6, સોમવાર, 1955 આત્માર્થી મુનિવરો હાલ ત્યાં સ્થિત હશે. તેમને સવિનય નીચે પ્રમાણે નિવેદન કરશો. ધ્યાન, શ્રુતને અનુકૂળ ક્ષેત્રે ચાતુર્માસ કરવાથી ભગવત્ આજ્ઞાનું સંરક્ષણ થશે. સ્તંભતીર્થમાં જો તે અનુકૂળતા રહી શકે તેમ હોય તો તે ક્ષેત્રે ચાતુર્માસ કરતાં આજ્ઞાનું સંરક્ષણ છે. જે સન્નતની મુનિ શ્રી દેવકીર્ણાદિએ જિજ્ઞાસા દર્શાવી તે સઋત લગભગ એક માસની અંદરમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. જો સ્તંભતીર્થમાં સ્થિતિ ન થાય તો કંઈક અન્ય નિવૃત્તિક્ષેત્રે સમાગમ યોગ બની શકે. સ્તંભતીર્થના ચાતુર્માસથી તે બનવું હાલ અશક્ય છે. જ્યાં સુધી બને ત્યાં સુધી કોઈ અન્ય નિવૃત્તિક્ષેત્રની વૃત્તિ રાખશો. કદાપિ બે વિભાગે મુનિઓએ વહેંચાઈ જવું પડે તો તેમ કરવામાં પણ આત્માર્થ દ્રષ્ટિએ અનુકૂળ આવશે. અમે સહેજ માત્ર લખ્યું છે. આપ સર્વને જેમ દ્રવ્ય ક્ષેત્રાદિ જોઈ અનુકૂળ શ્રેયસ્કર લાગે તેમ પ્રવર્તવાનો અધિકાર છે. એ પ્રમાણે સવિનય નમસ્કારપૂર્વક નિવેદન કરશો. વૈશાખ સુદ પૂર્ણિમા પર્યત ઘણું કરી આ ક્ષેત્રો તરફ સ્થિતિ થશે.