________________ 869 પત્ર અને વર્તમાનપત્ર મળ્યાં. મોરબી, ચૈત્ર વદ 9, ગુરૂ, 1955 ૐ નમઃ પત્ર અને વર્તમાનપત્ર મળ્યાં. ‘આચારાંગસૂત્ર'ના એક વાક્ય સંબંધીનું ચર્ચાપત્રાદિ જોયું છે. ઘણું કરી થોડા દિવસમાં કોઈ સુજ્ઞ તરફથી તેનું સમાધાન બહાર પડશે. ત્રણેક દિવસ થયાં અત્ર સ્થિતિ છે. આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે. તમારા સમીપવાસી સર્વે આત્માર્થી જનોને યથાવિનય પ્રાપ્ત થાય. ૐ