________________ 868 પત્ર પ્રાપ્ત થયું. કોઈ વિશેષ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં વવાણિયા, ચૈત્ર વદ 2, ગુરૂ, 1955 પત્ર પ્રાપ્ત થયું. કોઈ વિશેષ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં ચાતુર્માસ થાય તો આત્મોપકાર વિશેષ થવા યોગ્ય છે. એ તરફ નિવૃત્તિવાળા ક્ષેત્રનો સંભવ છે. મુનિઓ કચ્છનું રણ સમાધિપૂર્વક ઊતરી ધાંગધ્રા તરફ વિચરવાના સમાચાર પ્રાપ્ત થયા છે. તેઓ આપનો સમાગમ ત્વરાથી ઇચ્છે છે. તેમનું ચાતુર્માસ પણ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં થાય તેમ કરવા વિજ્ઞાપન છે.