________________ 867 હે આર્ય ! જેમ રણ ઊતરી પારને સંપ્રાપ્ત થયા વવાણિયા, ચૈત્ર વદ 2, ગુરૂ, 1955 હે આર્ય ! જેમ રણ ઊતરી પારને સંપ્રાપ્ત થયા, તેમ ભવસ્વયંભૂરમણ તરી પારને સંપ્રાપ્ત થાઓ ! મહાત્મા મુનિશ્રીની સ્થિતિ હાલ પ્રાંતીજ ક્ષેત્રે છે. કંઈ વિજ્ઞપ્તિ પત્ર લખવું હોય તો પરી ઘેલાભાઈ કેશવલાલ પ્રાંતીજ એ સરનામે લખવા વિનંતી છે. આપની સ્થિતિ ધાંગધ્રા તરફ થવાના સમાચાર અત્રેથી તેઓશ્રીને આજે લખવાનું બન્યું છે. વધારે નિવૃત્તિવાળા ક્ષેત્રે ચાતુર્માસનો યોગ બનવાથી આત્મ ઉપકાર વિશેષ સંભવે છે. મુનિ શ્રીમદને પણ તેમ જણાવ્યું છે.