________________ 865 દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો વવાણિયા, ચૈત્ર સુદ 1, 1955 ‘उवसंतखीणमोहो, मग्गे जिणभासिदेण समुवगदो, णाणाणुमग्गचारी, निव्वाणपुरं वज्जदि धीरो.' पंचास्तिकाय 70 દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીર પુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. મુનિ મહાત્મા શ્રી દેવકીર્ણસ્વામી અંજાર તરફ છે. જો ખેરાલુથી મુનિશ્રી આજ્ઞા કરશે તો તેઓ ઘણું કરી ગુજરાત તરફ આવવાનું કરશે. વેણાસર કે ટીકરને રસ્તેથી ધાંગધ્રા આવવું હોય તો રણ ઊતરવાની હરકત પડવાનો સંભવ ઓછો છે. મુનિશ્રીને અંજાર લખશો. કોઈ સ્થળે વિશેષ સ્થિરતાનો યોગ બન્ચે અમુક સદ્ભુત પ્રાપ્ત થવા યોગ્ય છે.