________________ 864 ચરમાવર્ત હો ચરમકરણ તથા વવાણિયા, ફાગણ વદ 0)), 1955 ‘ચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી દ્રષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. 1 પરિચય પાતિક ઘાતિક સાધુશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નયહેત. 2 મુગધ સુગમ કરી સેવન લેખવે રે, સેવન અગમ અનુપ; દેજો કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસરૂપ.’ 3 - આનંદઘન, સંભવજિનસ્તવન. કોઈ નિવૃત્તિમુખ્ય ક્ષેત્રે વિશેષ સ્થિતિ અવસરે સત્કૃત વિશેષ પ્રાપ્ત થવા યોગ્ય છે. ગુર્જર દેશ પ્રત્યે તમારું આગમન થાય એમ ખેરાળુક્ષેત્રે મુનિશ્રી ઇચ્છે છે. વેણાસર અને ટીકરને રસ્તે થઈ ધાંગધ્રા તરફથી હાલ ગુર્જર દેશમાં જઈ શકાવા સંભવ છે. તે માર્ગે પિપાસા પરિષહનો કંઈક સંભવ રહે છે.