________________ 860 નાકે રૂપ નિહાળતા' એ ચરણનો અર્થ મોરબી, ફાલ્ગન સુદ 1, રવિ, 1955 ૐ નમઃ પત્ર પ્રાપ્ત થયું. ‘નાકે રૂપ નિહાળતા’ એ ચરણનો અર્થ વીતરાગમુદ્રાસુચક છે. રૂપાવલોકન દ્રષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકનદ્રષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકનદ્રષ્ટિ પરિણમે છે. મહપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગધ્રુત ચિંતવના, અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપદ્રષ્ટિ સહજમાં પરિણમે છે.