________________ 859 વસોમાં ગ્રહણ કરેલા નિયમાનુસાર લીલોતરીમાં ઈડર, પોષ સુદ 15, ગુરૂ, 1955 તમે લખેલો 1 કાગળ તથા મુનદાસે લખેલા 3 કાગળ મળ્યા છે. વસોમાં ગ્રહણ કરેલા નિયમાનુસાર લીલોતરીમાં વિરતિપણે મુનદાસે વર્તવું. બે શ્લોકના સ્મરણનો નિયમ શારીરિક ઉપદ્રવ વિશેષ વિના હમેશ નિર્વાહવો. ઘઉં અને ઘી શારીરિક હેતુથી ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. કિંચિત્ દોષ સંભાવ્યમાન થયો હોય તો તેનું પ્રાયશ્ચિત્ત શ્રી દેવકીર્ણ મુનિ આદિની સમીપે લેવું યોગ્ય છે. તમારે અથવા કોઈ બીજા મુમુક્ષુઓએ નિયમાદિનું ગ્રહણ તે મુનિઓ સમીપે કર્તવ્ય છે. પ્રબળ કારણ વિના તે સંબંધી અમને પત્રાદિ દ્વારા ન જણાવતાં મુનિઓ પ્રત્યેથી તે સંબંધી સમાધાન જાણવું યોગ્ય છે.