________________ 854 તમે તથા વનમાળીદાસે મુંબઈ ક્ષેત્રે ઈડર, માર્ગo સુદ 15, સોમ, 1955 ૐ નમઃ તમે તથા વનમાળીદાસે મુંબઈ ક્ષેત્રે એક કાગળ લખેલો તે ત્યાં પ્રાપ્ત થયો હતો. હાલ એક અઠવાડિયું થયાં અત્રે સ્થિતિ છે. ‘આત્માનુશાસન’ ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતાં આજ્ઞાનો અતિક્રમ (ઉલ્લંઘન) નથી. તમારે તથા તેમણે વારંવાર તે ગ્રંથ હાલ વાંચવા તથા વિચારવા યોગ્ય છે. ‘ઉપદેશ-પત્રો’ વિષે ઘણું કરીને તરતમાં ઉત્તર પ્રાપ્ત થશે. વિશેષ યથાવસર. રાજચંદ્ર.