________________ 853 “પંચાસ્તિકાય અત્રે મોકલવાનું બને તો મોકલશો ઈડર, માર્ગશીર્ષ સુદ 14, સોમ, 1955 ૐ નમઃ ‘પંચાસ્તિકાય’ અત્રે મોકલવાનું બને તો મોકલશો. મોકલવામાં વિલંબ થાય એમ હોય તો નહીં મોકલશો. સમયસાર’ મૂળ પ્રાકૃત (માગધી) ભાષામાં છે. તેમજ “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ એ ગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં છે. તે જો પ્રાપ્ત થઈ શકે એમ હોય તો ‘પંચાસ્તિકાય’ સાથે મોકલશો. થોડા દિવસ અત્રે સ્થિતિનો સંભવ છે. જેમ બને તેમ વીતરાગધ્રુતનું અનુપ્રેક્ષણ (ચિંતવન) વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રિપુ છે, એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી. રાજ્યચંદ્ર