________________ 851 હાલ હું અમુક માસ પર્યત અત્રે રહેવાનો વિચાર રાખું છું મોહમયીક્ષેત્ર, કા0 સુદ 14, ગુરૂ, 1955 હાલ હું અમુક માસ પર્યત અત્રે રહેવાનો વિચાર રાખું છું. મારાથી બનતું ધ્યાન આપીશ. આપના મનમાં નિશ્ચિત રહેશો. માત્ર અન્નવસ્ત્ર હોય તોપણ ઘણું છે. પણ વ્યવહારપ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડુંઘણું જોઈએ છે, માટે આ પ્રયત્ન કરવું પડ્યું છે. તો ધર્મકીર્તિપૂર્વક તે સંયોગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં સુધી બની આવે એટલે ઘણું છે. માનસિક વૃત્તિ કરતાં ઘણા જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરવો પડે છે. તપ્તહૃદયથી અને શાંત આત્માથી સહન કરવામાં જ હર્ષ માનું છું. ૐ શાંતિ.