________________ 839 અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં મુંબઈ, અસાડ સુદ 11, ગુરૂ, 1954 અપાર મહામોહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. ‘આત્મસિદ્ધિની પ્રત તથા કાગળ પ્રાપ્ત થયાં. નિવૃત્તિયોગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી યોગ્ય છે. ‘આત્મસિદ્ધિની પ્રત વિષે આ કાગળમાં તમે વિગત લખી તે સંબંધી હાલ વિકલ્પ કર્તવ્ય નથી. તે વિષે નિર્વિક્ષેપ રહેવું. લખવામાં વધારે ઉપયોગ હાલ પ્રવર્તવો શક્ય નથી. ૐ