________________ 838 મુનિઓના સમાગમમાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવા મુંબઇ, જયેષ્ઠ વદ 14, શનિ, 1954 નમો વીતરાગાય મુનિઓના સમાગમમાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવા સંબંધમાં યથાસુખ પ્રવર્તશો, પ્રતિબંધ નથી. શ્રી લલ્લુજી મુનિ તથા દેવકીર્ણાદિ મુનિઓને જિનસ્મરણ પ્રાપ્ત થાય. મુનિઓ પ્રત્યેથી કાગળ મળ્યો હતો. એ જ વિજ્ઞાપન. શ્રી રાજચંદ્ર દેવ