________________ 831 શ્રી દેવકીર્ણાદિ મુમુક્ષુઓને યથાવિનય મોરબી, ચૈત્ર વદ 12, રવિ, 1954 શ્રી દેવકીર્ણાદિ મુમુક્ષુઓને યથાવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. ‘કર્મગ્રંથ', 'ગોમટસારશાસ્ત્ર આદિથી અંત સુધી વિચારવા યોગ્ય છે. દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તોપણ અડગ નિશ્ચયથી, સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે.