________________ 826 જો બની શકે તો બનારસીદાસના જે ગ્રંથો મોરબી, માહ સુદ 4, બુધ, 1954 જો બની શકે તો બનારસીદાસના જે ગ્રંથો તમારી પાસે હોય (સમયસાર-ભાષા સિવાય), દિગંબર ‘નયચક્ર', પંચાસ્તિકાય (બીજી પ્રત હોય તો), પ્રવચનસાર' (શ્રી કુંદકુંદાચાર્ય કૃત હોય તો) અને ‘પરમાત્મપ્રકાશ’ અત્રે મોકલવાનું કરશો. સદ્ભુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમકે દીર્ઘ કાળ પરિચિત છે, પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઇ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.