________________ 824 શુભેચ્છાથી માંડીને ક્ષીણમોણપર્યંત મોરબી, માહ સુદ 4, બુધ, 1954 મુનિઓને વિજ્ઞપ્તિ કે : શુભેચ્છાથી માંડીને ક્ષીણમોહપર્યત સદ્ભુત અને સત્સમાગમ સેવવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. દુષમકાળ અને હૂંડાવસર્પિણી' નામનો આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય એવું છે; આત્મશ્રેય-ઇચ્છક પુરુષે તેથી ક્ષોભ ન પામતાં વારંવાર તે યોગ પર પગ દઇ સદ્ભુત, સત્સમાગમ અને સવૃત્તિ બળવાન કરવા યોગ્ય છે.