________________ 823 મંગળવારે સવારે અત્રે આવવું થયું હતું. આણંદ, પોષ વદ 13, ગુરુ, 1954 મંગળવારે સવારે અત્રે આવવું થયું હતું. ઘણું કરી આવતીકાલે સવારે અત્રેથી વિદાય થવાનું થશે. મોરબી જવાનો સંભવ છે. સર્વ મુમુક્ષુ બાઇઓ, ભાઇઓને સ્વરૂપસ્મરણ કહેશો. શ્રી સોભાગના વિદ્યમાનપણામાં કંઇ આગળથી જણાવવું થતું, અને હાલ તેમ નથી બન્યું એવી કંઇ પણ લોકદ્રષ્ટિમાં જવું યોગ્ય નથી. અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઇ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. લિ૦ રાયચંદ્ર