________________ 822 આજે સવારે અત્રે આવવું થયું છે. આણંદ, પોષ વદ 11, મંગળ, 1954 આજે સવારે અત્રે આવવું થયું છે. લીમડીવાળા ભાઇ કેશવલાલનું પણ આજે અત્રે આવવું થયું છે. ભાઇ કેશવલાલે તમ વગેરે પ્રત્યે આવવા વિષે તાર કરેલો તે સહજ ભાવથી હતો, તમ વગેરે કોઇ નથી આવી શક્યા એમ વિચારી આ પ્રસંગે ચિત્તમાં ખેદ ન પામશો.. તમારા લખેલા પત્ર તથા પતું મળ્યાં છે. કોઇ એક હેતુવિશેષથી સમાગમ પ્રત્યે હાલ વિશેષ ઉદાસીનપણું વર્ચા કરતું હતું અને તે હમણાં યોગ્ય છે એમ લાગવાથી હાલ સમાગમ મુમુક્ષુઓનો ઓછો થાય એમ વૃત્તિ હતી. મુનિઓને જણાવશો કે વિહાર કરવામાં હાલ અપ્રવૃત્તિ ન કરશો. કેમકે હાલ તરતમાં ઘણું કરીને સમાગમ નહીં થાય. પંચાસ્તિકાય' ગ્રંથ લક્ષ દઇ વિચારશો.