________________ 821 ત્રંબકલાલે ક્ષમા ઇચ્છી જણાવ્યું છે કે મુંબઈ, પોષ સુદ 3, રવિ, 1954 ત્રંબકલાલે ક્ષમા ઇચ્છી જણાવ્યું છે કે સહજ ભાવથી વ્યાવહારિક વાત લખવાનું બન્યું છે, તે વિષે આપ ખેદ નિવૃત્ત કરશો. અત્રે તે ખેદ નથી, પણ તમારી દ્રષ્ટિમાં તે વાત રહેશે, એટલે વ્યાવહારિક વૃત્તિ રહેશે ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે, એમ જાણશો. અને સ્વપ્ને પણ તે પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેનો લક્ષ રાખજો. અમે આ ભલામણ આપી છે, તે પર તમે યથાશક્તિ પૂર્ણ વિચાર કરી જોજો, અને તે વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખશો. નહીં તો સમાગમનો લાભ પ્રાપ્ત થવો અસંભવિત છે. આ વાત શિથિલવૃત્તિથી નહીં પણ ઉત્સાહવૃત્તિથી માથે ચડાવવા યોગ્ય છે. મગનલાલે માર્ગાનુસારીથી કેવળપર્યત દશા વિષેનાં પ્રશ્નનો ઉત્તર લખ્યો હતો તે ઉત્તર વાંચ્યો છે. તે ઉત્તર શક્તિના પ્રમાણમાં છે પણ સબુદ્ધિથી લખ્યો છે. મણિલાલે લખ્યું કે ગોશળિયાને આત્મસિદ્ધિ ગ્રંથ ઘેર ન આપતાં ઘણું ખોટું લાગ્યું વગેરે લખ્યું તે લખવાનું કારણ નહોતું. અમે એ ગ્રંથ માટે કાંઇ રાગદ્રષ્ટિ કે મોહદ્રષ્ટિ પર જઇ ડુંગરને અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરીએ છીએ, એમ હોવા યોગ્ય નથી. એ ગ્રંથનો હાલ બીજો ઉતારો કરવા પ્રવૃત્તિ ન કરવી. ૐ