________________ 818 ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક મુંબઈ, માગશર સુદ 5, રવિ, 1954 ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાન્નિપાતિક એ છ ભાવનો લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતાં સદ્વિચારમાં વિશેષ સ્થિતિ થશે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે, તે સમજાવા માટે ઉપર કહ્યા તે ભાવો વિશેષ અવલંબનભૂત છે.