________________ 817 આત્મદશાને પામી નિદ્ધદ્ધપણે યથાપ્રારબ્ધ વિચરે છે મુંબઈ, કારતક વદ 12 1954 પ્રથમ તમારા બે પત્રો તથા હાલમાં એક પત્ર મળ્યું છે. હાલ અત્રે સ્થિતિ થવાનો સંભવ છે. આત્મદશાને પામી નિર્દૂદ્ધપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બળે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુ:ખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તોપણ ક્વચિત ક્વચિત તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. સત્સમાગમ અને સલ્લાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. ૐ