________________ Errorl Reference source not found. Error! Reference source not found. 814 શ્રી હરિભદ્રાચાર્યે યોગદ્રષ્ટિસમુચ્ચય' ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે મુંબઈ, આસો વદ 14, રવિ, 1953 શ્રી હરિભદ્રાચાર્યે ‘યોગદ્રષ્ટિસમુચ્ચય' ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે. યોગબિંદુ નામે યોગનો બીજો ગ્રંથ પણ તેમણે રચ્યો છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર' નામે ગ્રંથ રચ્યો છે. શ્રી હરિભદ્રકૃત ‘યોગદ્રષ્ટિસમુચ્ચય'ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્વતની ભૂમિકાઓમાં બોધતારતમ્ય તથા ચારિત્રસ્વભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્ય છે. યમથી માંડીને સમાધિ પર્યત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. યોગદ્રષ્ટિસમુચ્ચયમાં શ્રી પૂરીભાઈ આદિ મુમુક્ષુઓને યથાળ પ્રાપ્ત થાય