________________ 813 ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે મુંબઈ, આસો વદ 7, 1953 ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે; વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તો પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માર્થી જીવે પુરુષાર્થદ્રષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું, સ@ાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાગ્યપણાથી આકુળ-વ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. ‘યોગદ્રષ્ટિસમુચ્ચય' વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.