________________ 812 કોઈ એક પારમાર્થિક હેતુવિશેષથી મુંબઈ, આસો સુદ 8, રવિ, 1953 કોઈ એક પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી. વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સપુરુષોનો યોગ અથવા સત્સમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ જીવે પ્રાપ્ત કરવા યોગ્ય છે. શુદ્ધ સાન વગરના આ જીવને કોઇ પણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઇચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. તે વિયોગમાં સન્શાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે; અવશ્ય કર્તવ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને ય૦