________________ 811 સર્વ જીવ પ્રત્યે અમારે તો ક્ષમાદ્રષ્ટિ છે મુંબઈ, આસો સુદ 8, રવિ, 1953 સર્વ જીવ પ્રત્યે અમારે તો ક્ષમાદ્રષ્ટિ છે. સપુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને પુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે. ‘શાંતસુધારસ’ અને ‘યોગદ્રષ્ટિસમુચ્ચય' ગ્રંથ હાલ વિચારવાનું રાખશો. એ બન્ને ગ્રંથ પ્રકરણરત્નાકરના ચોપડામાં છપાયેલા છે. ૐ