________________ 810 પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શક્યું નથી મુંબઈ, આસો સુદ 8, રવિ, 1953 પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શક્યું નથી જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. લોકદ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે દ્રષ્ટિમાં રુચિવાન થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દ્રષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઇ દેખાતું નથી. ૐ