________________ 802 બાહ્ય ક્રિયા અને ગુણસ્થાનકાદિએ વર્તતી ક્રિયાનું સ્વરૂપ મુંબઈ, ભાદ્રપદ સુદ 9, રવિ, 1953 બાહ્ય ક્રિયા અને ગુણસ્થાનકાદિએ વર્તતી ક્રિયાનું સ્વરૂપ ચર્ચવું હાલ સ્વપર ઉપકારી ઘણું કરીને નહીં થાય. એટલું કર્તવ્ય છે કે તુચ્છ મતમતાંતર પર દ્રષ્ટિ ન આપતાં અસદુવૃત્તિના વિરોધને અર્થે સાસ્ત્રના પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી.