________________ 801 પરમ કૃપાળુ પૂજ્ય પિતાશ્રીજી, મુંબઈ, ભાદ્રપદ સુદ 6, ગુરુ, 1953 પરમ કૃપાળુ પૂજ્ય પિતાશ્રીજી, વવાણિયાબંદર. આજ દિવસ પર્યત મેં આપનો કાંઇ પણ અવિનય, અભક્તિ કે અપરાધ કર્યો હોય તે બે હાથ જોડી મસ્તક નમાવીને શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. કૃપા કરીને આપ ક્ષમા આપશો. મારી માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે ખમાવું છું. તેમ જ બીજા સાથે સર્વે પ્રત્યે મેં કોઇ પણ પ્રકારનો અપરાધ કે અવિનય જાણતાં અથવા અજાણતાં કર્યો હોય તે શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. કૃપા કરીને સૌ ક્ષમા આપશોજી.