________________ 800 દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે પુરુષોને પ્રતિબંધ નથી મુંબઈ, શ્રાવણ વદ 12, 1953 પત્ર મળ્યું છે. દિવાળી પર્યત ઘણું કરીને આ ક્ષેત્રે સ્થિતિ થશે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે પુરુષોને પ્રતિબંધ નથી તે પુરુષોને નમસ્કાર. સત્સમાગમ, સાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે. સત્સમાગમનો યોગ દુર્લભ છે, તોપણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સન્શાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે.